પ્રણય પરિણય - ભાગ 65

(22)
  • 4.7k
  • 4
  • 2.7k

પ્રણય પરિણય ભાગ ૬૫'હેલો..' ડોક્ટર સ્ટીફન ગઝલ અને સમાઈરાની સામે જોઈને બોલ્યા.ગઝલ અને સમાઈરાએ પણ તેમનુ અભિવાદન કર્યું. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી ગઝલ ઉભી થતા બોલી: 'નાઉ યૂ ટુ પ્લીઝ કન્ટિન્યુ યોર કન્વર્શેશન, આઈ એમ ગોઈંગ આઉટ.' અને તે બંને સામે સ્માઈલ કરીને નીકળી ગઈ.ગઝલના ગયા પછી ડોક્ટર સ્ટીફન અને સમાઈરા એકલા પડ્યાં. બેએક ક્ષણની અકળાવનારી ખામોશી તોડતા ડોક્ટર સ્ટીફન બોલ્યાં: 'સો મિસ સમાઈરા, 'યૂ વોન્ટેડ ટૂ ટોક ટુ મી. પ્લીઝ આસ્ક મી એનીથિંગ યુ વોન્ટ.''ડોક્ટર..' સમાઈરા બોલી. પછી ગળુ ખંખેર્યુ અને પુછ્યું: ' તમે શા માટે મારી સાથે લગ્ન કરવા માંગો છો?' સમાઈરા સીધી મુદ્દા પર જ આવી.