પ્રારંભ - 83

(38)
  • 4.8k
  • 4
  • 3k

પ્રારંભ પ્રકરણ 83મહાપરાણે હિંમત એકઠી કરીને મનસુખ માલવિયાએ જગદીશભાઈને ફોન લગાવ્યો. " અંકલ હું મનસુખ સાન્તાક્રુઝથી બોલું છું. અમે લોકો અહીં સાહેબના કોઈ મિત્ર મહેશભાઈના ત્યાં આવ્યા હતા અને એમના ઘરે સ્લીપ થઈ જવાથી કેતન શેઠ બેહોશ થઈ ગયા છે. મહેશભાઈએ એમ્બ્યુલન્સ બોલાવી છે અને શેઠને આશા પારેખ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. હું તમને લોકોને લેવા ઘરે આવવા માટે નીકળી ગયો છું." મનસુખ બોલ્યો. " વ્હોટ !!! કેતન બેહોશ થઈ ગયો છે ? આ તું શું કહી રહ્યો છે મનસુખ ?" જગદીશભાઈએ લગભગ રાડ પાડી. " હા અંકલ. શેઠ બેભાન થઈ ગયા છે. તમે સિદ્ધાર્થભાઈને પણ કહી દો કે