પ્રારંભ પ્રકરણ 82બીજો એક મહિનો પસાર થઈ ગયો. નવા બંગલામાં કેતનનો આખો પરિવાર સરસ રીતે સેટ થઈ ગયો. વિલે પાર્લે કરતાં પણ ખારમાં વધુ શાંતિ અને સંતોષ મળી રહ્યો હતો. મનસુખ માલવિયા ત્યાં જ રહેતો હોવાથી એ રોજ સવારે સિદ્ધાર્થભાઈને બાંદ્રા સ્ટેશન સુધી મૂકી આવતો હતો અને સાંજે પાછા લઈ આવતો હતો. મનસુખભાઈ બહાર હોય ત્યારે સાંજે શિવાની ગાડી લઈને સિદ્ધાર્થભાઈને લેવા જતી. એ પોતે પણ એમબીએ કરતી હતી અને પાર્લાની કોલેજમાં કારમાં જ અપડાઉન કરતી હતી. એને રોજ જવાનું હોતું ન હતું. સુરતવાળા ઇન્ટિરિયર ડિઝાઇનર ચિંતન મારફતિયા હરિદ્વાર શાંતિકુંજ જઈ આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાઈને હિમાલય ધ્યાન