પ્રેમની અનુકંપા - ભાગ ૭

  • 2.9k
  • 2
  • 1.8k

વીર ને રાત્રે ઉંઘ આવી રહી ન હતી તેને પલ્લવીને ચિંતા થઈ રહી હતી. તે સારી તો હશે ને.? એ વિચારથી તે પલ્લવીને યાદ કરતો રહ્યો. વિચાર આવ્યો કે લાવ અત્યારે ફોન પર પલ્લવી નાં હાલચાલ પૂછી લવ પણ પલ્લવી કદાચ સૂઈ ગઈ હશે અને તેને જગાડવી ઉચિત નથી એમ સમજીને બે વાર ફોન હાથમાં લઈને પાછો મૂકી દીધો. આમ પણ અત્યાર સુધી પલ્લવી સાથે ફોન પર ક્યારેય વીરે વાત કરી ન હતી.સવાર થતાંની સાથે વીર કોલેજ જવા તો નીકળ્યો પણ પહેલા પલ્લવી નાં ઘરે પહોચ્યો. દરવાજા એ બેલ વગાડી કે તરત પલ્લવી બહાર આવી. પલ્લવીને જોઈને વીર ને હાશકારો