ધૂલો તો હરખપદૂડો (DTH) - 37

  • 1.5k
  • 712

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૭આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક શનિવારીય બેઠકમાં સ્પર્ધા ગોઠવાઈ હતી. ઈશા હરણીએ સિંધી ભોજનનું મેનુ ફાઇનલ કરી લીધું હતું. જોકે સૌ આ બેઠક માટે સૌ મિત્રવર્ગ વૈવિધ્યપૂર્ણ રીતે પણ પ્રસંગોપાત તૈયાર થઈને આવે છે. આ વસ્ત્ર પરિધાનમાં અપવાદ એવા વિનીયા વિસ્તારીના ચાંદ મામાની જીવનગાથા સાંભળીને સૌ આઘાત અનુભવે છે. હવે આગળ...હિરકી હણહણાટ હણહણી, "ઓલ હિઅર હિયર ઓનલી." બધાં પહેલાંથી હતપ્રભ હતાં એમાં આ અપગ્રેડેડ અંગ્રેજીએ એમને સૌને અસમંજસતાની ખાઈમાં ઘકેલી દીધાં.છેવટે એણે ખુલાસો કરી દીધો, "તમને ક્યારે સમજ આવશે! ઓલ હિઅર હિયર ઓનલી એટલે બધું અહીંનું