ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 79

  • 1.6k
  • 820

 (૭૯) વીર ગુલાબસિંહ   આકાશમાં મેઘની ગર્જના થાય છે. ત્યારે વનનો રાજા સિંહ છંછેડાય છે અને પ્રતિ ગર્જના કરે છે, આ હુંકારમાં ફળની અપેક્ષા હોતી નથી. વીર પુરૂષો બીજાની ગર્જનામાં પોતાને મળેલી ચુનૌતી સમજી લે છે. રાજપૂતાનાનો કવિ ઇસરદાન કહે છે. ઇકઈ વન્નિ વસંતડા, એવઈ અંતર કાંઇ સિંહ કવડ્ડી નહ લઈઈ, ગઈવર લખ બિકાઇ. ગઈવર-ઠાંકઈ ગલત્થિયહ, જહં ખંચઈ તહં જાઇ સિંહ ગલત્થણ જઈ સહઈ, તઉ દઈ લખ્ખિ બિકાઇ. અર્થાત “કવિ પોતાના મનને પ્રશ્ન કરે છે, એક જ વનમાં રહેનાર સિંહ અને હાથીમાં કેમ આટલું અંતર છે? હાથી તો લાખ રૂપિયામાં વેચાય છે અને સિંહની તો કોડી પણ ઉપજાવી નથી. હાથીના