ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 77

  • 1.8k
  • 918

(૭૭) પિતા-પુત્ર સામસામે          બુંદીનરેશ સૂરજમલ હાડા પોતાને ભાગ્યશાળી માનતા હતા. દુરજનસિંહ અને દૂદાજી જેવા ચાંદ-સૂરજ-શાં દીકરા હતા. હિંદુસ્તાનમાં અજોડ એવી મોગલસેનાના બહાદુર સેનાપતિઓમાં પોતાની ગણના થતી હતી. અને બુંદીનગરની પરંપરા તો કાંઇ વિશિષ્ઠ જ હતી. રાજપૂતાનાની મહિમાવંતી નગરીઓમાં ઉદયપુર, અજમેર, બિકાનેર, જોધપુર, ચિત્તોડગઢ, બુંદી, કોટા, જેસલમેર, ભરતપુર અને પ્રતાપગઢ ગણાય. આબુ અનોખુ વિહારસ્થાન છે તો ઉદયપુર અલબેલી નગરી તરીકે વિકસી રહ્યું છે. અજમેર અપૂર્વ નગરી તરીકે માન મેળવે છે. જોધપુર રણઘેલાની ભૂમિ ગણાય છે. ચિત્તોડગઢ વીરોની ભૂમિ ગણાય છે. બુંદી! રાજપૂતાનાનું અલબેલું નગર છે. બુંદીનો કિલ્લો જોવા લાયક બનાવ્યો છે. આ કિલ્લમાં ઘણી ઘટનાઓ બની. જે ઇતિહાસમાં સુવર્ણોક્ષરે લખાઇ.