ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 76

  • 1.8k
  • 870

૭૬ ચંગેઝખાઁથી હુમાયુઁ સુધી          ઇ.સ. ૧૧૯૫ માં ચંગેઝખાઁનો જન્મ થયો. ઇ.સ. ૧૫૫૬માં હુમાયુઁનું મૃત્યુ થયું. સાડા ત્રણસો વર્ષોની તવારીખ આ વંશે એશિયાના નકશા પર બુલંદીથી આંકી. વિશ્વ ઇતિહાસમાં એના ત્રણ-ત્રણ નબીરાઓ એશિયાના મહાન સેનાપતિઓ, વિજેતાઓ તરીકે, આ સમય દરમિયાન સ્થાન પામ્યા. એ હતાં ચંગેઝખાઁ તૈમુરલંગ અને બાદાશાહ બાબર.          પિતાના આક્સ્મિક નિધનથી અકબર ૧૪ મી ફેબ્રુઆરી, ૧૫૫૬ના રોજ માત્ર ૧૩ વર્ષની વયે શહેનશાહ બન્યો. અકબર મહાન પૂર્વજોનો વારસો ધરાવતો હતો. ચંગેઝખાઁ અને તૈમુર લંગના  વંશધર હોવાનો બાદશાહ બાબરને ગર્વ હતો. અકબર એ બાબરનો મહત્વાકાંક્ષી પૌત્ર હતો. એક જમાનામાં પોતાના દુશ્મનોનો પીછો કરતો કરતો ઠેક સિંધુ નદી સુધી ચંગેઝખાઁ આવી