બધાંને મહાભારતનો એક પ્રસંગ યાદ જ હશે, જેમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ બધાનો વિરોધ હોવા છતાં યુદ્ધ રોકવાનાં એક પ્રયાસરૂપે કૌરવસભામાં આવે છે. શ્રીકૃષ્ણને ખબર હતી કે કૌરવસભામાં તેમનું ઘોર અપમાન કરવામાં આવશે, છતાં તેઓ લાખો લોકોને વિનાશથી બચાવવા માટે એક છેલ્લો પ્રયત્ન કરવા આવે છે. અહીં તેઓ દુર્યોધનને સમજાવવા ન’તા આવ્યા. તેમને ખબર હતી કે દુર્યોધન તો સમજવાનો જ નથી. તેથી તેઓ ધૃતરાષ્ટ્રને સમજાવવા આવે છે. ધૃતરાષ્ટ્ર રાજા છે. તેમનો આદેશ દુર્યોધને માનવો જ પડશે. શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્ર આગળ આવનારા મહાવિનાશની આગાહી કરે છે. તેમને સમજાવે છે કે કુરુવંશમાં તેઓ એકલા જ છે જેઓ આ મહાવિનાશને રોકવા સમર્થ છે. શ્રીકૃષ્ણ તેમને