ગતાંકથી... જુલીના આ ભેદભર્યા અને મર્મ ભેદી મૃત્યુને લીધે બધા થોડીવાર તો દિગ્મુઢ બની ઉભા રહ્યા .ત્યારબાદ અચાનક બાજુના રૂમમાંથી કોઈનો ધીમો અવાજ સંભળાયો તરત જ બધા ચમક્યા . વ્યોમકેશ બક્ષી સાથે દિવાકર તે રૂમ પાસે આવ્યો.તરડ માંથી તેણે આદિત્ય વેંગડું ને જોયેલ એ તેને યાદ આવ્યું. હવે આગળ... બારણું તોડી આદિત્ય વેંગેડુંને બહાર કઢાયા . બહાર કાઢ્યા પછી પણ તેઓ ઘણીવાર સુધી બેભાન રહ્યા . છેવટે ભાનમાં આવતા તેઓ બોલી ઉઠ્યા : " ત્યારે શું હું ખરેખર જીવું છું !?હું મુક્ત થયો છું ?!" "હા ,તદન સાચી વાત છે." વ્યોમકેશ બક્ષી અને દિવાકર આદિત્ય વેંગડું ના ચહેરાને જોઈ આશ્ચર્યચકિત