પ્રણય પરિણય - ભાગ 64

(26)
  • 4.1k
  • 2
  • 2.3k

પ્રણય પરિણય ભાગ ૬૪રાતના ડિનર પછી ગઝલ બેડરૂમમાં આવી. તેણે જોયું તો બેડ પર સુંદર મજાનો ફૂલોનો બૂકે હતો. અને બાજુમાં ચોકલેટનું બોક્સ પડેલું હતું. ગઝલ મનમાં હસી. તેણે ફૂલોનો બુકે ઉઠાવ્યો. આંખો બંધ કરીને તેણે તાજા ફૂલોની સુવાસ પોતાના શ્વાસમાં ભરી. બુકે નીચે મૂકીને તેણે ચોકલેટનું બોક્સ હાથમાં લીધું. બોક્સ ખોલતાં તે ડ્રેસિંગ ટેબલ તરફ આવી. બોક્સમાં તેની મનપસંદ ચોકલેટ્સ હતી. એ જોઈને તે ખુબ ખુશ થઈ."પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે, જૂઠા હી સહી.." એવુ ગણગણતાં વિવાને પાછળથી આવીને તેને આલિંગી. ગઝલ એકદમ ઝબકી ગઈ. વિવાને તેની ગરદન પર પોતાનો ચહેરો ઘસતા તેની ખુશ્બુ લીધી.