ઘડપણપીપળ પાન ખરંતા, હસતી કુપળિયામુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા"કેમ છો બા? બઉ દિવસે દેખાયા?! ક્યાં ગયા દાદા આજે? ""એતો બીમાર થાઉ તો જ આવું ને, દાદા આવે છે ને પાછળ. "85 વર્ષ ના બા. પાતળો બાંધો અને નીચી કાઠી, ઉંમરે પોતાનું કામ વ્યવસ્થિત કરેલું હતું, આખા શરીર પર કરચલી અને હાથ માં ટેકા માટે એક લાકડી, નજીક ના એક ગામ માં પોતાનું નાનું ઘર.બા ને તપાસ કરી એક બોટલ ચઢાવાની જરૂર હતી એટલે નર્સ ને કહીને બોટલ ચાલુ કર્યો. મારે પણ આજે ખાસ દર્દી હતા નઈ એટલે થોડા મજાક સાથે કહ્યું," આ ઉંમરે દાદા ને ક્યાં મૂકી આયા? ""