ચોરોનો ખજાનો - 37

  • 2.1k
  • 1.3k

देन, लेट्स फेस इट અમુક યાદો ઘણીવાર આપણને દર્દ સિવાય બીજું કંઈ નથી આપતી પણ તેમ છતાં તેવી યાદોને ભૂલવી ખૂબ જ મુશ્કેલ હોય છે. સિરત જાણતી હતી કે તેના દાદાનું મૃત્યુ સુલેમાનના લીધે જ થયું હતું પણ તેમના મૃત્યુ પછી સુલેમાનને પોતાની ભૂલ સમજાઈ હતી. પોતાની ભૂલ માટે તેણે પોતે જ પોતાને સજા આપી હતી અને પછતાવો કરવા કરતાં મોતને વ્હાલું કર્યું હતું. દિવાન સમજી રહ્યો હતો કે હવે તેમને ત્યાંથી જવું જોઈએ એટલે તે સિરત અને ડેનીની વચ્ચે કંઈ જ બોલ્યા વિના ફિરોજને લઈને રૂમની બહાર નીકળી ગયો. સિરત પોતાના રૂમમાં બેડ ઉપર બેઠી પોતાના પિતાને અને દાદાને