ચોરોનો ખજાનો - 26

  • 2.1k
  • 1.3k

અપશુકન સિરત પોતાના સાથીઓને લઈને નાગૌર જિલ્લામાં આવેલા દુર્ગા માતાના મંદિરે માતાનાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા પછી બધા જ લોકો મદિરની ભવ્યતા નિહાળવા માં મશગુલ થઈ ગયા હતા. દુર્ગા માતાનું આ મંદિર અતિ ભવ્ય હતું. મંદિરની ચારેય બાજુ અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી. મંદિરના વિશાળ દેવાલયમાં મહાકાળી માતા અને બ્રહ્માણી માતાની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરેલી હતી. કદાચ આ એક જ મંદિર એવું હશે કે જેમાં આવી રીતે બે દેવીઓની મૂર્તિઓ એકસાથે બિરાજમાન હતી. મંદિરના ઉપરના ભાગે એક ગુપ્ત કક્ષ બનેલો હતો જેને બધા ગુફા કહીને પણ બોલાવતા હતા. અહી એકદમ સાફ દેખાઈ આવતું હતું