ઋણાનુબંધ - 31

(15)
  • 3.5k
  • 3
  • 2.1k

હસમુખભાઈને તરત જ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. એમનું સંપૂર્ણ ચેકઅપ થઈ રહ્યું હતું. એમના માટે બધા ચિંતિત હતા અને સીમાબહેન આવા સમયે પણ પ્રીતિને ટોણો મારવાનું ચુક્યા નહોતા, એ બોલ્યા, "પ્રિતીએ કાલ જે ખવડાવ્યું એમાં જ તબિયત બગડી ગઈ છે."પ્રીતિને આવી પરિસ્થિતિમાં કઈ જ બોલવું ઠીક ન લાગ્યું હતું. ડોક્ટર થોડીવારે બધું જ ચેકઅપ કરીને બહાર આવીને બોલ્યા કે, હસમુખભાઈને હળવો એટેક આવ્યો છે, એટલે જ એમને ઉલ્ટી થઈ હતી.પ્રીતિએ ડોક્ટર પાસે ખુલાસો કરતા પૂછ્યું, "તો ડોક્ટર જમવાના લીધે ઉલ્ટી નથી થઈ ને?""ના ના.. બિલકુલ નહીં. એટેક આવવાથી એમનું બોડી પ્રોપર નહોતું આથી ઉલ્ટી થઈ હતી.""ઓકે." કહીને પ્રીતિએ વાતને