કહો પૂનમના ચાંદને - ભાગ 3

  • 2.6k
  • 1.5k

અર્જુન રૈનાને જતી જોઈ રહ્યો હતો. પાછળથી અજય આવીને અર્જુનને કહે છે, "સોરી અર્જુન, તે છોકરી ટેક્નિશિયન હતી. ઉપર મ્યુઝિકનો વાયર સરખો કરતી હતી. બેલેન્સ બગડી જતા તે નીચે પડી ગઈ હશે." "તે છોકરીની દરેક માહિતી બે કલાકની અંદર મારે જોઈએ છે. બધી જ....." એટલું કહી અર્જુન પોતાની મા શાંતાદેવી પાસે ગયો. તેમના ભવાં ચડેલા હતા એના પરથી અર્જુન સમજી ગયો કે જેવી રીતે એ છોકરી ઉપરથી પડી અને અર્જુને તેને બચાવી પોતાના ખોળામાં ઉઠાવી લીધી તે એમની જુનવાણી વિચારો ધરાવતી માંને કદાચ ગમ્યું નહી હોય. શાંતાદેવીને સમજાવવા અર્જુન તેઓ જે ખુરશી પર બેઠા હતા ત્યાં ઘૂંટણિયે બેસી એમના બન્ને