પ્રણય પરિણય - ભાગ 63

(28)
  • 4.6k
  • 3
  • 2.9k

પ્રણય પરિણય ભાગ ૬૩જમી લીધા પછી બધા વાતો કરી રહ્યા હતા ત્યારે વિવાનના ફોન પર રીંગ વાગી. તેણે જોયું તો હીરાલાલ ઝવેરીનો ફોન હતો. ઝવેરી અંકલનો એટલો મોડો ફોન આવ્યો એટલે તેને લાગ્યું કે કોઈ ખાસ કામ હશે. ફોન લઇને એ બહાર નીકળ્યો.'હલો અંકલ..''સોરી વિવાન, પણ એક કામના ન્યુઝ છે એટલે તને આટલો મોડો ફોન કર્યો.' ઝવેરી અંકલ બોલ્યા.'અરે અંકલ, તમે મારા વડીલ છો. તમે ક્યારે પણ મને ફોન કરી શકો છો. બોલો બોલો શું હતું?''પ્રતાપ રાઠોડ એના દિકરા મલ્હારના જામીન માટે દોડાદોડી કરે છે એ તો ખબર છે ને તને?' ઝવેરી અંકલે મલ્હારનું નામ લીધું એટલે વિવાને ચિત એકાગ્ર