કહો પૂનમના ચાંદને - ભાગ 2

  • 2.7k
  • 1.5k

"દસ લાખ રૂપિયા સાંવરી.... દસ લાખ.... દસ હજાર રૂપિયા પણ જે રૈનાએ એકસાથે નથી જોયા ત્યાં દસ લાખની વ્યવસ્થા કેવી રીતે કરીશ?" આટલું બોલતા રૈનાની આંખોમાંથી અશ્રુનું એક બિંદુ પડ્યું. "રૈના.... તું તો મારી બહાદુર સખી છે ને??? તો પછી કેમ રડે છે? એકલિંગજી ઉપર વિશ્વાસ રાખ... તે બધું જ સારું કરશે." સાંવરીએ એના ખભે હાથ મુકતા કહ્યું "મમ્મી અને દાદીના સોનાના ઘરેણાં વેંચીને પણ માંડ 4 લાખ ભેગા થયા છે. ઘરનો ખર્ચો, સમર્થના અભ્યાસના પૈસા અને ઉપરથી એક મહિનાની અંદર જો ઓપરેશન ન થયું તો દાદી...." રૈના એ વાક્ય પૂરું ન કરી શકી અને એના ગળે એક ડૂમો ભરાઈ