પંચતંત્ર ની વાર્તા - 1

  • 8.3k
  • 4
  • 3.7k

તંત્ર -1 મિત્ર-ભેદ  લુચ્ચા માણસો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાચા મિત્રો વચ્ચે પણ શંકા ઉભી કરી ભેદ પડાવે છે.  અંતે એક બીજા સાથે વેર કરાવી તેમનો નાશ કરાવતા પણ અચકાતા નથી.  જેમ લુચ્ચા શિયાળે પોતાનું કામ કાઢવા સિંહ અને બળદ ને એક બીજા પર શંકા કરાવી પોતાનું કાર્ય પાર પાડયું.   1 બળદ અને સિંહ  ભારત ની ઉતરે આવેલ વર્ધમાનપુરી નામનું મોટું નગર હતું. તેમાં એક શેઠ રહેતા હતા. શેઠે ઘણો પરિશ્રમ કરીને નીતિપૂર્વક ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું. તેમની ગણના નગરના ધનપતિઓમાં થતી. એક રાતે તેમને સુતા સુતા વિચાર આવ્યો. જગતમાં ધનથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે.