શાકભાજી ની ગોષ્ઠી

  • 2.6k
  • 834

૧.શાક ભાજી ની ગોષ્ઠીશાક માર્કેટ માં ચહલ પહલ હતી બધાજ શાક ભાજીઓ સરસ મજાના ધોવાઈ ને ગોઠવાઇ ગયા હતા પણ આ શું ? આ તો અંદર અંદર ખુસ ફુસ શરૂ થઇ બટાકા, રીંગણ, ગવાર, ટીંડોળા વગેરે કઈંક કાના ફૂંસી કરતા હતા. લાલ લાલ ટામેટા સરસ મજા ના ધોવાઈ ને ગોઠવાતા હતા. એ જોઇને લગભગ બધીજ શાક ભાજી એ મોઢું મચકોડ્યુઅને રીતસર વાતોએ ચઢી. ટીંડોળુ બોલ્યુ, "અરે જવા દેને યાર આનાય વળી દિવસો આવ્યા. અત્યાર સુધી ઢેઢે પીટાતુ તુ ત્યારે ઊંચૂ જોવાનીય તેવડ નોતી અને અત્યારે તો જો અભિમાન ના પાર નહિ વળી!. " ત્યા તો ગવાર બોલ્યુ ,"ઓ શાંતિ રાખો