પ્રકરણ 13 ચિંતાભર્યો પ્રેમ...!! વિચારમાં સંડોવાયેલી હર્ષા ત્યાં જ હાથમાં ફોન રાખીને ક્યારે પોતાની આંખો બંધ કરી દે છે ખબર જ નથી રહેતી...અચાનક દરવાજા પર ટકોરા સંભળાય છે અને નિંદ્રાધીન થયેલી હર્ષા ઝબકીને જાગી જાય છે... જુએ છે તો બહારથી પ્રકાશના કિરણો ઘરમાં પ્રવેશી રહ્યા છે... સવારમાં 6:30 વાગી ગયા છે... દરવાજા પાસે જઈ દરવાજો ખોલે છે તો અવનીશને જુએ છે... અવનીશને જોઈને જાણે નવી પરણેલી દુલ્હન પોતાના પતિને જોઈને આનંદથી બધું જ ભૂલી જાય છે એમ હર્ષા અવનીશને જોઈને ઘેલી બની જાય છે... અને અંદરથી એક અનહદ હાશકારો અનુભવે છે અને અવનીશને ભેટી જાય છે... "અરે... અરે ...અંદર તો