ધૂપ-છાઁવ - 107

(19)
  • 3.5k
  • 3
  • 2.1k

"ના ના ખોટું ન લગાડતા જમાઈ રાજા એ તો હું તો મજાક કરું છું." લક્ષ્મી બાએ વાતનો ફોડ પાડતા ધીમંત શેઠને કહ્યું. "ના ના મા મને જરાપણ ખોટું નથી લાગતું તમે ચિંતા ન કરશો. અને સાંભળો આવતીકાલે રાત્રે 9.30 વાગ્યે કૃષ્ણકાંતજી આપણાં ઘરે આવવાના છે તો તમારે અને અપેક્ષાએ પણ હાજર રહેવાનું છે." "સારું સારું આવી જઈશું." અને લક્ષ્મી બાએ ફોન મૂક્યો અને પોતાના રૂમમાં સૂઈ જવા માટે ગયા. બીજા દિવસની સવાર અપેક્ષા માટે અને લક્ષ્મી બા માટે કંઈક અલગ જ હતી બંને આજે ખૂબજ ખુશ હતાં લક્ષ્મી બા પોતાની દીકરી એક સારા ઘરે, સુખી ઘરે પરણીને જઈ રહી છે