શિખાના મમ્મી તેને સુરત જવાની ચોખ્ખી ના પાડી છે તેથી તેને વિચાર આવે છેકે , હવે મમ્મીની પરવાનગી વગર તો સુરત કેમ જવું,હવે શું કરવું તે વિચારે પોતાના રૂમમાં આંટા માર્યા કરે છે ને સતત મનોમંથન કર્યા કરે છે..કેમ સમજાવવી મમ્મીને કે સુરત જવું જરૂરી છે 2 વરસ થી હું સુરતની પ્રોપર્ટી મેળવવાની યોજનામાં જોતરાયેલી છું ઘણી મથામણ પછી બધી ફાઈલ હાથ આવી છે અને બસ એક છેલ્લો સ્ટેપ અને પેલા વિરોધીઓની વરસો જૂની ચાલના ચીંથરા ઉડી જશે..આ વિચારે તેના ચહેરા પર સ્મિત રેલાવી દીધું...મમ્મીને ચિંતા થાય કારણ કે ત્યાં જવામાં પણ મુસીબત ઓછી નથી મારી એક ભૂલ થી મારી