તુંમ સિર્ફ મેરી હો !

  • 3.7k
  • 1
  • 1.5k

આશા સ્કૂલેથી આવી રહી હતી. રામજી મંદિરનો ખૂણો આવતા જ એના એના પગ ધ્રૂજવા માંડ્યા. આંખોમાં ખોફ આવીને અંજાઈ ગયો. એ મનોમન ભગવાનનું સ્મરણ કરવા લાગી, ‘હે, રામ ભગવાન! એ ત્યાં ન હોય તો સારું! મારી રક્ષા કરજે. મને એની બહુ જ બીક લાગે છે, ભગવાન! મને બચાવી લેજે!’   ખૂણો વળતા જ એણે નજર ઢાળી દીધી. એ એની તરફ જોવા પણ માંગતી નહોતી. ત્યાં જ એના કાનમાં ગીતનો અવાજ અથડાયો. ‘તુમ હી હો... અબ તુમ હી હો! મેરી આશિકી અબ તુમ હી હો... !   એ નખશિખ ધ્રૂજી ગઈ. એ ત્યાં જ બેઠો હતો. આશા ગભરાતી-ગભરાતી ઘરે આવી. આવીને