પ્રણય પરિણય - ભાગ 62

(29)
  • 4.8k
  • 5
  • 3k

પ્રણય પરિણય ભાગ ૬૨'મહારાજ.. મારી ચા ક્યાં છે?' કૃષ્ણકાંત મોર્નિંગ વોક પરથી આવી ગયાં હતાં અને ડાઇનિંગ ટેબલ પર બેસીને છાપું વાંચી રહ્યા હતા.'પપ્પા..' સામેની તરફથી એક મીઠો અવાજ આવ્યો.કૃષ્ણકાંતે માથું થોડું ઝુકાવીને ચશ્માના કાચની ઉપરથી અવાજની દિશામાં જોયું અને ચકિત થઈ ગયા. હાથમાં ચાનો કપ લઈને સામેથી ગઝલ આવી રહી હતી.'ગુડ મોર્નિંગ પપ્પા.. તમારી ચા.' ગઝલ મીઠી સ્માઈલ કરીને બોલી.'વહુ.. બેટા તમે..?' કૃષ્ણકાંતે હાથમાંનું છાપું તરતજ નીચે મૂકીને ગઝલના હાથમાંથી ચાનો કપ લઇ લીધો. 'જયશ્રી કૃષ્ણ..' ગઝલ ઝૂકીને કૃષ્ણકાંતને પગે લાગતાં બોલી. 'સુખી રહો બેટા.. તમે મારા દીકરી છો, તમારે પગે નહીં લાગવાનું.' કૃષ્ણકાંતે ફરી એકવાર યાદ કરાવ્યું.'કેમ છો