બગદાણા બજરંગદાસ બાપા નું જીવન ચરિત્ર

  • 4.2k
  • 1.6k

બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી ૬ કિલોમીટર અધેવાડા ગામ પાસે ૧ કિલોમિટર . અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યાં હતાં તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા હતા.બાજુમાં નદી હતી નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યાં. જે એક બહેનને (દૂધીબહેન) બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના