પ્રકરણ ૬સાંજે ઉઠીને પરમને ઘણું સારું લાગ્યું, એ બે કલાકની ઉંઘથી એનો ઘણો ખરો થાક ઉતરી ગયો. પરમને જોતા જ હેમા સોનુ અને પરમને માટે ચા-નાસ્તો મૂકી ગઈ. પરમે વસંતભાઈને ફોન પર કવિતાનાં સમાચાર પૂછ્યા પછી, "ફ્રેશ થઈને સીધો જ હોસ્પિટલ આવું છું." કહી સોનુને હેમાને ત્યાં મૂકી આવ્યો.પરમ હોસ્પિટલ પહોંચ્યો એટલે મીનાબેને જણાવ્યું, "કવિતા બહુ ઉંઘી છે, જોઈએ રાત કેમની જાય, જો કદાચ રાતની પણ એવી દવાઓ આપે તો સૂઈ પણ રહે એમ લાગે છે." "હા, એ તો સૂઈ જશે તમે ફિકર ન કરતાં." પરમે સસ્મિત જવાબ આપ્યો. વસંતભાઈએ પૂછ્યું, "હું અહી રોકાઉં?" પરંતું એવી કોઈ જરૂર ન હોવાથી