પ્રેમ વચન - 6

  • 2.2k
  • 1.2k

પ્રેમનું છઠ્ઠું વચન સાકાર કરવા માટે ભગવાન શ્રી નારાયણ નો છઠ્ઠો અવતાર એટલે કે ભગવાન પરશુરામ અવતરિત થાય છે. જ્યારે માં લક્ષ્મીનું રૂપ એટલે કે પૃથ્વી દેવીને ક્ષત્રિયોએ પોતાની યુદ્ધ લાલચાથી (પૃથ્વીને) રક્ત હિત કરી હતી ત્યારે ભગવાન શ્રી નારાયણ એ લીધો છઠ્ઠો અવતાર. ભગવાન પરશુરામના રૂપમાં, ચિરંજીવીનું વરદાન પ્રાપ્ત કરી પરશુરામ આ ધરતી પર આવ્યા. પૃથ્વી દેવીના પ્રત્યેક દુઃખ હરી લીધા, અને એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી એટલે કે એકવીસ વખત ક્ષત્રિયો નો નાશ કર્યો.પૃથ્વી દેવી અને ભગવાન પરશુરામ ક્યારે એકબીજાને મળ્યા નહીં. ભગવાન પરશુરામ પોતાના અવતાર કાર્ય પ્રતિ બ્રહ્મચારી રહ્યાં. પરંતુ ક્યારે પણ પૃથ્વી દેવીનો સાથ ન છોડ્યો.