ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 75

  • 1.7k
  • 904

(૭૫) સરદાર કાલુસિંહ (૧) ફૂલ બન ગયે અંગારે મેડતા પર છેવટે જયમાલ રાઠોડ ગાદીપતિ બન્યા. ઇ.સ. ૧૫૪૪માં આથી મેડતાનગરમાં તો આનંદ વ્યાપી ગયો. પરંતુ દૂર દૂરના એક નાનકડા ગામ શ્યામગઢમાં વસતા રાઠોડ પરિવારમાં પણ હર્ષ છવાઇ ગયો. શંભુદાસ જયમલ રાઠોડના સાથી હતા. યુદ્ધના મેદાનમાં સાથે સાથે ઘોડા દોડાવેલા. જયમલ રાઠોડ પણ પોતાના સાથીને ભુલ્યા ન હતા. એક ઘોડેસવાર કાસદ ગામમાં આવ્યો. “શંભુદાસ રાઠોડ ક્યાં રહે છે?” અહોભાવથી લોકોએ શંભુદાસનું ઘર બતાવ્યું. કાસદે સંદેશો આપ્યો. “મેડતા નરેશ જયમલજી પોતાના રાજ્યારોહણ પ્રસંગે આપને હાજર રહેવાનું આમંત્રણ પાઠવે છે.” તે દિવસે શંભુદાસ આખા શ્યામગઢના માનના અધિકારી બની ગયા. ગામના ચૌધરી અને શાહુકારે અભિનંદન