ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 73

  • 2.1k
  • 1.2k

 દિલ્હી દરબારમાં રાજ રાજ્યસિંહજીનો પંજો. સાંજનો સમય હતો. ભગવાન શંકરના મંદિરના પૂજારીનો મધુર પણ પહાડી લય ધરાવતો કંઠ પ્રાર્થના કરી રહ્યો છે. ચૂડોત સિત ચારૂચંદકલિકા ચં ચં ચ્છિ ખા ભાસ્વરો લીલાવગ્ઘ વિલોલકામ શલભ: શ્રેયોદશાગ્રેસ્ફુરન અંત: સ્ફજદ પાર મોહ તિમિર પ્રા. ભાર મુરચાટ્ય શ્ચેત: સહયાનિ યોગિમાં વિજયે જ્ઞાન પ્રદીપો હર:: દૂર દૂરથી બે અશ્વારોહી આવી રહ્યા હતા. એક હતા હળવદના ઝાલાવંશીય રાજવી રાજ રાઘસિંહજી બીજા હતા તેમના મહેમાન, કોઇ રાજ્યના રાજકુમાર. “કુમાર, અમારા પૂજારી ભારે વિદ્વાન. આ શ્ર્લોકો ભર્તુહરિના વૈરાગ્ય શતકના છે. એમાં ભગવાન શંકરનો અપૂર્વ મહિમા વ્યક્ત કર્યો છે. ભુર્તહરિ કહે છે. જેમની જટાઓમાં ચંચળ અને ઉજ્જવળ ચંદ્રની કળા શોભાયમાન