કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 83

(19)
  • 5.2k
  • 3
  • 4k

પરી પોતાના મોબાઈલમાં વોટ્સએપ મેસેજ અને ટેક્સટ મેસેજ ચેક કરવા લાગી કે સમીરનો કોઈ મેસેજ આવ્યો છે..?? અને તે જોતાં જોતાં તે બોલી, "હા યાર એનો ફોન આવવાનો હતો પણ ફોન પણ નથી આવ્યો અને કોઈ મેસેજ પણ નથી આવ્યો એટલે જરા જોતી હતી.""હવે પોલીસવાળાને ક્યાં એવો બધો ટાઈમ હોય તું પણ ક્યાં એની આશા રાખે છે અને રાહ જૂએ છે ચાલ હવે એનાં વિચારો કર્યા વગર શાંતિથી જમી લે."બંનેનું જમવાનું પણ પૂરું થયું અને તેમની બ્રેક પણ પૂરી થવા આવી એટલામાં પરીના મોબાઈલમાં રીંગ વાગી અને જોયું તો સમીરનો ફોન.. હાં શ.. તેનાં જીવમાં જીવ આવ્યો અને ભૂમી બોલી