“હેય, પ્લીઝ વોક સ્લોલી, આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ.” એક અવાજ શ્યામના કાને પડ્યો. શોરબકોર, યુવતીઓની ચીસો, આગના કારણે બુચર હાઉસમાં થતા ધડાકાની વચ્ચે એને એ અવાજ સંભળાયો. એ અવાજ કોઈ સ્ત્રીનો હતો એ સિવાય એ કશું નક્કી કરી શકયો નહિ. એણે પાછળ ફરી જોયું. શ્યામ બચર હાઉસમાંથી નીકળી એક સાંકડી ગલીમાં ચડાણ ચડી રહ્યો હતો. એના પાછળના ભાગમાં એનાથી વીસેક ફૂટ ત્રણ રસ્તા બનતા હતા. એક રસ્તો એની જમણી બાજુએ જઈને એક કોટેજમાં પૂરો થતો હતો. બીજો રસ્તો એની ડાબી