શમણાંની શોધમાં - પ્રકરણ 41

(48)
  • 3.2k
  • 3
  • 1.3k

          બ્લેક વાન એક જુના અને વર્ષોથી બંધ કતલખાના આગળ રોકાઈ. ભલે એ કતલ ખાનાને લોકો બંધ સમજતા હતા પણ ત્યાં કતલ થતી હતી. જોકે એ કતલ જાનવરોની નહિ વિક્ટરના દુશ્મનોની થતી. વિકટર છેલ્લા કેટલાય વર્ષોથી એ કતલખાનાનો ઉપયોગ અલગ જ રીતે કરતો હતો.           વાનની ફ્રન્ટ સીટમાંથી ઉતરી બલબીર કતલખાનાના બંધ દરવાજા તરફ આગળ વધ્યો. એ જ સમયે કતલખાનાથી ત્રણેક બ્લોક દુર એક સફેદ કાર હાલ્ટ થઇ. કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી શ્યામે જમીન પર પગ મુક્યો. એણે કઈક અલગ જ વિચાર્યું હતું. એ ઓળખી ગયો હતો કે એ યુવતીને કિડનેપ