ઋણાનુબંધ - 29

(13)
  • 2.7k
  • 2
  • 1.7k

પ્રીતિનું મન એની સાસુજી સાથે વાત કરીને હળવું થઈ ગયું હતું. એમની જોડે વાત કરી પ્રીતિએ બધી જ વાત કુંદનબેનને કરી હતી. કુંદનબેન સીમાબહેને કેમ સરળતાથી વાત કરી એ સમજી ગયા હતા પણ હવે પ્રીતિ ઘરે જાય પછી એમને ખ્યાલ આવે કે અનુમાન ખરું રહ્યું કે નહીં?કુંદનબેને એના સ્વભાવ અનુસાર સાચી જ વાત પ્રીતિને કહી, "જો બેટા દરેકના ઘરની રીત અલગ હોય! એમને ફક્ત ફોન કરવાથી કામ સરળ થતું હોય તો એમ કરવાનું, તારી ફોન કરી જ દેવાનો.""હા, મમ્મી હું ધ્યાન રાખીશ." "જો બેટા! તારે તું અહીં રહે છે એમ જ ત્યાં રહેવાનું છે. એ પણ ગભરાયા વગર. તારી ભૂલ