દરિયા નું મીઠું પાણી - 14 - વીરગતિ નું વળતર

  • 2.2k
  • 1.3k

સુરેન્દ્રનગરના અવિનાશને બૅન્કની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વઢવાણ મળ્યું હતું, એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થયાં હતાં. લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ બધુંય એ સમયગાળામાં રંગેચંગે પતી ગયેલું. પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો. દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા. મકાન ભાડે લેવા માટે એ મથતો હતો. બૅન્કમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા. ઑફિસમાં ચાપાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા. બધા અખબારના ટચૂકડી જાહેરાતવાળાં પાનાં એમના ટેબલ પર પડ્યાં હતાં. એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાની