શમણાંના ડંખ.. (ભાગ - ૩)

  • 1.7k
  • 824

આજે પ્રખર એકલો જ જીપ લઈને જંગલમાં નીકળ્યો. એના ડ્રાઈવર દિવાનસિંગે કહ્યુ પણ હતુ. કે "સાહેબ તમે તો મને જીપ ચલાવવા જ નથી દેતા" દિવાનસિંગ મોજીલો માણસ હતો. જીપ ચલાવતા ચલાવતા કંઈ કેટલીય વાતો કર્યા કરતો.. પ્રખર ટોકતો ય ખરો, કે જીપ ચલાવતી વખતે વાતો ના કરે.. થોડી વાર ચૂપ રહીને દિવાનસિંગ વળી પાછો અલકમલકની વાતો કરવા લાગતો. એ પાછો જંગલનો જ માણસ..એટલે જંગલની કેટલીય વાતો એના ભાથામાં પડી હતી.. એની વાતો પર તો કંઈક કેટલાય પુસ્તકો લખાઈ જાય, જોકે પ્રખરને પણ, દિવાનસિંગની વાતો સાંભળવાની મજા આવતી હતી. એક વાર આમ જ જંગલમાં જતા જતા, દિવાનસિંગે.. એનો એક કિસ્સો સંભળાવ્યો