તરસ્યું હૈયું

  • 2.6k
  • 998

પહેલો વરસાદ.....શબ્દમાં જ એવું લાગે કે બે તરસ્યા હૈયાનું મિલન. એક એવો અહેસાસ કે દર વર્ષે વરસાદ આવે પણ એક વરસાદ એવો હોય જે ક્યારેય ન ભૂલાય."ઓ વાદળ ! તું વરસ અનરાધાર કે હું ભીંજાવા આવું,દિલનું દર્દ ચુપકેથી તારા પાણી સાથે આંખોથી વરસાવું." આવું લગભગ દરેકના જીવનમાં હોય. મારું પણ એક સપનું હતું તારી સાથે એક વરસાદમાં ભીંજાવાનું. મારી સાથે તું હોય અને વરસાદ હોય. પણ આ બધા માટે 'તું' હોવો જરૂરી છે. તું જ નથી. ચારેકોર નજર નાખુ છું તું ક્યાંય દેખાતો નથી. શોધું છું તને દરેક ક્ષણે પણ એવી કોઈ ક્ષણ નથી આવતી કે તું મળી જાય મને.