પ્રારંભ - 79

(67)
  • 4k
  • 3
  • 2.7k

પ્રારંભ પ્રકરણ 79હિરેન કાનાણીએ કુરિયરમાં હોસ્પિટલ અને સાથે બીજા બિલ્ડીંગનો સંપૂર્ણ પ્લાન મોકલ્યો હતો. સાથે એક સીડી અને એક લેટર પણ મોકલ્યો હતો. કેતને લેટર વાંચ્યો. # કેતનભાઇ આ સાથે તમારા ગોરેગાંવના પ્લૉટમાં બનનારી હોસ્પિટલ અને તમારા આધ્યાત્મિક પ્રવૃત્તિઓના બિલ્ડીંગનો પ્લાન મોકલ્યો છે. તમે જે બિલ્ડરને કામ સોંપવા માગતા હોય એની સાથે એકવાર મારી મિટિંગ કરાવી દેજો એટલે હું બધું એને સમજાવી દઈશ. બંને બિલ્ડીંગનો પ્લાન પાંચ માળનો બનાવ્યો છે જેથી વાસ્તુદોષ ઉભો ન થાય. અત્યારે તમારા આધ્યાત્મિક બિલ્ડીંગમાં પાંચમા માળે ખાલી એક મોટા હોલનું પ્લાનિંગ કર્યું છે. # બંને બિલ્ડિંગોમાં કઈ સાઈઝના અને કેટલા પિલ્લર ઉભા કરવા એની બધી