પ્રારંભ પ્રકરણ 77બરાબર આઠ વાગે જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ જામનગર સ્ટેશનથી ઉપડ્યો. કેતનના મનમાં ફરી પાછી ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ. જામનગર સાથે કોણ જાણે કેમ એક અલગ જ લગાવ હતો. જ્યારે પણ એ જામનગર આવતો ત્યારે એક નવી જ ઉર્જાનો એને અનુભવ થતો. આ એ જ શહેર હતું જ્યાં માયાવી અવસ્થામાં દોઢ વર્ષ જેટલો લાંબો સમય પસાર કર્યો હતો. અને આ વખતે તો મનાલીએ પણ એની ઘણી સરભરા કરી હતી. જામનગર છોડવાનું મન જ નહોતું થતું. કેતન થોડો ઈમોશનલ થઈ ગયો હતો પરંતુ હવે એની કર્મભૂમિ મુંબઈ બની ગઈ હતી એટલે જામનગરનો મોહ છોડવો જ રહ્યો. હાપા સ્ટેશને ટ્રેઈન