પ્રારંભ - 76

(72)
  • 4.7k
  • 3
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 76દીનાનાથ ભટ્ટ જામનગરની આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર હતા. પટેલ કોલોની શેરી નંબર ૪ માં કેતન જે બંગલામાં રહેતો હતો એ બંગલો પાંચ મહિના પહેલા એમણે જ ખરીદેલો હતો. એમને એટલી ખબર હતી કે આ બંગલામાં પહેલાં કેતનભાઇ સાવલિયા નામના કોઈ ભાઈ રહેતા હતા. એ કાયમ માટે મુંબઈ જતા રહ્યા હતા અને આ બંગલો જયેશ ઝવેરીને સોંપી ગયા હતા. ભટ્ટ સાહેબે આ બંગલો જયેશભાઈ પાસેથી જ ખરીદ્યો હતો. ગઈકાલે ત્રીજા નંબરના બંગલામાં રહેતા મનોજભાઈનું અવસાન થઈ ગયું અને આ બંગલામાં જ રહેતા કેતનભાઇએ એમને સજીવન કર્યા એવી એમને ખબર પડી એટલે એમને કેતનભાઈને મળવાની ઈચ્છા થઈ. આજે સોમવાર હતો એટલે