મૃગતૃષ્ણા - ભાગ 37

(12)
  • 4.2k
  • 2k

સવાર પડવા નો ડર અને રાત ની બેચેની , આદિત્ય અને દિવ્યા ને મન થી કમજોર કરી રહ્યા હતા. બંને એ એકબીજાથી અલગ એક નવો રસ્તો પસંદ કર્યો હતો. જેનું પ્રારંભ અને પરિણામ બંનેને જરાં પણ નતી ખબર , પણ એકમેક નાં પ્રેમમાં બંને એટલા પરિપક્વ થઈ ચૂક્યા હતા કે આવી પરિસ્થિતી ને સંભાળી શકે. અને કદાચ આ તાકાત એમના પ્રેમની જ હતી. વ્યક્તિના પોતાના સાહસથી વધુ શક્તિ અને સામર્થ્ય આપે એ પ્રેમ . કોઈના એક ખ્યાલથી માનસિક સ્થિતિ બદલી મન ને શાંતિ આપે એ પ્રેમ . વાતો કહી ને સમજાવવા કરતા દૂર રહી ને પણ બીજા ને એ જ