બીજા દિવસે કવન લંચ ઉપર તે છોકરી ને મળવાનો હતો.તે છોકરી ને કવને જોઈ નહોતી અને કવન પણ તેવી આશા રાખતો હતો કે તેને પણ તે છોકરી નહીંજ ઓળખતી હોય.કવન એક સારી રેસ્ટોરન્ટમાં એકલો બેઠો હતો અને તે તેની ડાયરીમાં કઇંક લખી રહ્યો હતો.કદાચ તે તેની નવી નવલકથાની રૂપરેખા હતી.જેને લેખકો ની ભાષામાં વાર્તા નો પ્લોટ કહે છે.તે વારંવાર કઈંક ચેકચાક કરી રહ્યો હતો અને ફરી કઇંક લખી રહ્યો હતો.તેણે હમેશાંની જેમ સાદા કપડાં પહેર્યા હતા.દેખાવમાં પણ તે સિમ્પલ લાગતો હતો. ત્યારે બાજુના ટેબલમાં બેઠેલા કેટલાક લોકો તેની સામે જોઈને કઈંક અસમંજસ માં હતા.તેમાંથી એક છોકરી ત્યાં આવી અને તેણે