ઋણાનુબંધ - 28

(13)
  • 2.5k
  • 2
  • 1.6k

પાલિતાણા પહોંચી ગયા બાદ પ્રીતિ બધાને પગે લાગી રહી હતી. એ બધાને પગે લાગી પોતે ક્યાં બેસે એ જોઈ રહી હતી. શિક્ષિત પરિવારમાં રહેણીકરણી જૂનવાણી હતી. પુરુષોની સામે કે, પોતાના વડીલોની સામે પણ સ્ત્રીઓએ ખુરશી પર બેસવાનું નહીં. એમની બેઠક નીચે જમીન પર જ રહેતી હતી. પ્રીતિને એ જોઈને સમજાઈ જ ગયું આથી એ પોતાના સાસુની બાજુમાં નીચે બેસવા જતી જ હતી પણ સીમાબહેને પ્રીતિને ખુરશી આપી અને ઉપર બેસવા કહ્યું હતું. સીમાબહેન પરિવર્તન લાવવા ઈચ્છતા હતા અને એ જરૂરી જ હતું. એવી વિચારસરણીથી જ વડીલો માટે માન રહે એ ફ્ક્ત પુરુષોના અહમને સંતોષવાની વાત હતી. સીમાબહેનનું આવું વલણ પ્રીતિને