પ્રણય પરિણય - ભાગ 60

(29)
  • 4.6k
  • 4
  • 2.7k

પ્રણય પરિણય ભાગ ૬૦બીજા દિવસે સવારે વિક્રમે ઓફિસમાં કામ હોવાનું આબાદ બહાનું કરીને વિવાનને બોલાવી લીધો. કાવ્યાની જવાબદારી રઘુને સોંપીને વિવાન ઓફિસ ગયો. વિવાનના જતા જ કાવ્યાએ રઘુને ગઝલને લેવા મોકલ્યો. રઘુએ એક બોડીગાર્ડને કાવ્યાની રૂમની બહાર ઉભો રાખીને સૂચના આપી કે હું ના આવુ ત્યાં સુધી એક સેકન્ડ માટે પણ અહીંથી હલતો નહીં. મલ્હાર જેલમાં હોવા છતા રઘુ કે વિવાન જરા જેટલું પણ રિસ્ક લેવા માંગતા નહોતા.બોડીગાર્ડને તૈનાત કર્યા પછી રઘુ ગઝલને લેવા નીકળ્યો. તે મિહિરના ઘરે પહોચ્યો ત્યારે કૃપા અને ગઝલ બંને હોલમાં બેસીને ગપ્પા લડાવી રહ્યાં હતાં.'ગઝલ, મને લાગે છે કે તારે કાવ્યાને મળવા હોસ્પિટલ જવુ જોઈએ.'