~~~~~~~ વિસામો - 13 - ~~~~~~~ હવેલી માંથી જતા જતા પૂનમ તરફ કરેલી એ છેલ્લી નજર એને યાદ આવી ગઈ,... "પૂનમ,.... " - એ માત્ર એટલું જ બોલી શક્યો હતો,... જયારે એ આઠ વર્ષ પહેલા ભાગ્યો હતો,.. ~~~~~~~~~ "પૂનમ,... " આઠ વર્ષ પહેલા ભાઈના આ શબ્દ સાથે જ બેહોશ થઇ ગયેલી પૂનમ જ્યારે ભાન માં આવી ત્યારે એ હવેલીમાં પૃથ્વીના પલંગ ઉપર આસ્થા પૃથ્વી ગોરલબા, વિક્રમસિંહ, લીલી અને ડોક્ટરની વચમાં હતી,... કોઈ પણ મર્દ ને જોઈ ને સહેમી જતી પૂનમ માત્ર વિક્રમસિંહ અને પૃથ્વી સમક્ષ જ સુરક્ષિત હોવાનો અનુભવ કરતી.. ડોક્ટર ને આસપાસ જોઈ ને એ પોતાની મુઠ્ઠી માં પોતાનો દુપટ્ટો