પ્રેમ - નફરત - ૮૬

(23)
  • 3.3k
  • 3
  • 2.4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૬ રચના અને આરવની ‘માઇન્ડ મોબાઇલ’ કંપનીનો નવો મોબાઈલ ‘ડીજી સ્માર્ટ’ મોટાપાયે લોન્ચ કરવામાં આવ્યો હતો. રચનાએ લોંચિંગ પાછળ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. આરવ મોબાઇલની સફળતા માટે આશ્વસ્ત હતો. શરૂઆતમાં કેટલાક ડિલરોએ ઉત્સાહ બતાવ્યો અને મોબાઇલનું વેચાણ શરૂ થઈ ગયું.આરવ મોબાઈલ વેચાણના દરરોજ ચાર વખત આંકડા મેળવતો હતો. પહેલા દિવસે આરવે ખુશ થઈ કહ્યું હતું:‘રચના, ‘ડીજી સ્માર્ટ’ તો આજની યુવાપેઢીને બહુ પસંદ આવી રહ્યો છે. અનેક ડિલરોએ રસ બતાવ્યો છે.’રચના ખુશીથી હસવાનો અભિનય કરી રહી હતી. આરવને ખબર ન હતી કે રચના એની બરબાદી પર હસી રહી હતી.એક મહિના પછી આરવે નિરાશ થઈ કહ્યું:‘રચના,