જલપરી ની પ્રેમ કહાની - 24

  • 2.5k
  • 1.2k

રાજકુમારી મીનાક્ષી આપ મહારાજના આદેશ નો અનાદર કરી ને એમની પ્રજાની સામે એમના ન્યાય તંત્ર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છો જે સર્વથા અયોગ્ય છે. શર્કાન ફરી થી જાણે બળતામાં ઘી ઉમેરતો હોય તેમ બોલ્યો. મીનાક્ષી એ ક્રોધિત નજરે શર્કાન સામે જોયું, આ માનવ ને મૃત્યુદંડ પિતા મહારાજ કરી રહ્યા છે કે અન્ય કોઈ એમની પાસે એવું કરવી રહ્યું છે મંત્રી શર્કાન? મીનાક્ષી એ તીખા શબ્દો માં પ્રશ્ન કર્યો. તમે કહેવા શું માંગો છો રાજકુમારી? એજ જે તમે સમજી રહ્યા છો મંત્રી. આ રાજ્ય માં આખરી અને સર્વોપરી નિર્ણય મહારાજ નો હોય છે એ આપ જાણો છો ને? જાણું છું, પણ