ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 68

  • 1.8k
  • 852

(૬૮) કોમલમેરથી મહારાણાનો આદેશ              કોલ્યારી ગામમાં થોડો સમય વિતાવી ભીલોની સહાયતા વડે મેવાડીઓ વિખરાઈ ગયા. હવે જંગ લાંબો ચાલવાનો હતો. નવી શક્તિ મેળવવા સૌ સ્વગૃહે ચાલ્યા ગયા હતા. પોતાના સાથીઓ સાથે મહારાણા કુંભલમેરના કિલ્લામાં આવી ગયા હતા. મહારાણા વિચારવા લાગ્યા. મેવાડના લોકોને મારે સંદેશો આપવો જોઇએ નહીં તો નિરાશામાં ડૂબેલા મેવાડીઓ, મોગલસેનાને તાબે થઈ જશે. એમણે એક નિવેદન બહાર પાડ્યું. ભીલોએ એને હર મેવાડી સુધી પહોંચાડી દીધું. “મારા વ્હાલા મેવાડીઓ, તમે જમીનદાર હો, તમે કૃષિકાર હો, તમે કોઇપણ ધંધો કરતા હો, મારા આદેશને, જે ભગવાન એકલિંગજીની પ્રેરણાથી, મેવાડની સ્વતંત્રતાના યજ્ઞ માટે હું આપી રહ્યો