ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 66 અને 67

  • 1.5k
  • 800

(૬૬) હરદાસ નાયક ૧૫૭૬ ની સાલ હતી. જૂન મહિનો હતો. ૧૯ મી તારીખ હતી. ગોગુન્દા પહાડી વિસ્તારમાં આવેલી મહારાણા ઉદયસિંહની એક વખતની રાજધાની. હલદીઘાટીના યુદ્ધમાં બંને સેના વિખરાઈ ગઈ હતી. મહારાણાના અનામત ભીલ દળને લડવાનો મોકોજ ન મળ્યો. પૂર્વ સંકેત અનુસાર મેવાડી સૈનિકો, સામંતો અને યુદ્ધમાં ઘાયલ વીરોને આ અનામત ટુકડીઓએ સલામત સ્થળે ખસેડી દીધા. રાજા માનસિંહ મહારાણા હાથ ન આવવાથી ખૂબ ઉત્તેજિત હતા. તેઓએ સેનાને ગોગુન્દા કૂચ કરવાનો આદેશ આપ્યો. મહારાણા ગોગુન્દા જઈને છૂપાયા હોય. મેવાડના ૨૨ હજાર વીરોમાંથી માંડ આઠ હજાર વીરો રણમાં ખપી ગયા હતા. વધારે ખુવારી તો મોગલ દળની થઈ હતી પરંતુ શહેનશાહની ઇચ્છા પ્રમાણે મહારાણા