પંચતંત્ર ની વાતો 

  • 3.5k
  • 2
  • 1.7k

પંચતંત્રનું મૂળ આલેખન પંડિત આચાર્ય શ્રી વિષ્ણુ શર્મા એ કરેલું છે. મુળભુત ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થઇ છે. પરંતુ  પછીથી તેનું વિવિધ ભાષાઓમાં રૂપાંતર પણ થયેલ છે. એક અહેવાલ મુજબ બાઇબલ પછી થી સૌથી વધુ અન્ય ભાષાઓમાં બીજા ક્રમે ભાષાંતર પામનાર ગ્રંથ છે. પંચતંત્ર ની ગણના માત્ર ગ્રંથરત્નોમાં જ નહિ પણ અમૃતમાં  થાય છે. તે વિશ્વ નું શ્રેષ્ઠ કથામૃત છે.  છઠ્ઠી સદીમાં તો પંચતંત્રની  ખ્યાતિ સમગ્ર  ભૂમંડલમાં  ફેલાયેલી હતી. અને તેનું પહેલું ભાષાંતર ઈરાની ભાષામાં થઇ ચૂક્યું હતું.એટલે તેનો રચના કાળ પાંચમી સદી નો માની શકાય.  પાંચ વિભાગમાં રચાયેલ આ ગ્રંથમાં પંડિત વિષ્ણુ શર્માએ  એક મુખ્ય કથા રાખી તેની આડકથાઓ માં